પહેલો મેહુલિયો
આકાશે ઝુલતાં પહેર્યા વાદળો,
ધરતી ગાઈ રહી રાગ “હે મેહુલિયો’.
મોર પાંખ ફેરવી નાચવા લાગ્યો,
આકાશે આવ્યો પહેલો મેહુલિયો.
માટીની સુગંધે નખશીખ મહેક્યો,
મનનો તો થયો ઝંખતો ઢોલિયો.
શીતળ સ્પર્શે જામ્યો ગઝલ જેવો,
હૃદયે લખ્યો પ્રેમનો પત્ર મેહુલિયો.
પવન લહેરાયાં,ને ધરા પર નીતર્યો,
ભીની છાંટે રીમઝીમ લાગ્યો.
ચાતક ના એ કાન માં બોલ્યો,
ને ચાતક બોલ્યો “આવ્યો મેહુલિયો”
પવને લહેરાવ્યાં વ્હાલાં નામો,
પાંદડાં એ ઉપર છાંટ્યો ઝીલ્યો.
“સરમણ” ને તો આલિંગન લાગ્યો
પ્રકૃતિએ આપ્યો સૌને મેહુલિયો.
___વિનોદ કોરડીયા “સરમણ”