"મા-બાપ : જીવનના Google Maps"
જીવનની વાટો ભલે હોય જાણી અણજાણી,
Google Map ક્યારેક આપી ન શકે જીવનની કહાની.
મા-બાપ જ છે સાચા નકશા ને વફાદાર માર્ગદર્શક,
માર્ગદર્શન જ હોય એનું સહજ,ન રહે કોઈ શંકાનું શીર્ષક
ભલે દુનિયા ઘૂમે આખી GPS ની દિશામાં,
ડગલે પગલે સાચો માર્ગ મળે છે માબાપના આશીર્વાદમાં.
ઝૂકેલા મસ્તકે જ છે આશીર્વાદની છાંયા,
મા-બાપના પગલાંમાં જ માર્ગો છે સાચાં.
દિવસે દિવસે બદલે છે દુનિયાનાં રસ્તાઓ,
માબાપ ના ઉપદેશો ના બદલે સત્યનાં પ્રસ્તાવો.
એ કહે જે દિશા… તો એ જ દિશા જવા જેવી,
શરત એ જ કે, તેમની નજરને આપણે કદી ન ભૂલી જવી…!!
___વિનોદ કોરડીયા “સરમણ”