નારી - શક્તિનું સ્વરૂપ કહાવે
નારી – શક્તિનું સ્વરૂપ કહાવે
નારી જો ધારે તો દુનિયાને બદલાવે,
ને અવળી જો ચાલે તો ઘરને લજાવે,
શસ્ત્રો ઉપાડી મેદાને જો આવે,
તો દશરથની આંખોમાં આંસુ પણ પડાવે.
અગ્નિ સાક્ષી એ ચાલે તો શૌર્યને જગાવે,
શાંત રહી વદે તો પ્રેમ પણ જગાવે,
સહે જાય દુ:ખ તો ધીરજથી સજાવે,
પણ ભાંગી જો જાય તો પૃથ્વીનેય કંપાવે.(સીતા માતાની જેમ)
અંબા બની રણભૂમિમાં ધજાઓય ફરકાવે,
અહલ્યા બને તો શ્રાપમાંય ધાર્મિકતા જગાવે,
અનસૂયા બની તપથી વિશ્વને ચકમાવે,
મીરાં બને તો ભક્તિનો સાગર લહેરાવે.
નારી એતો સંસ્કૃતિમાં સુગંધો વહાવે,
પ્રેમમાં ઘરની ડેલીએ મંગળ વરસાવે,
અંધકાર જો લાગે તો પ્રકાશે ઉજાસ ફેલાવે,
એજ જ્યોતિ બનીને પરિવારને રસ્તો બતાવે.
એજ નારી જે કરુણા,ક્ષમાઅને દયા કદી ન અટકાવે,
જીવનની દરેક પરીક્ષા પ્રેમથી ઉકલાવે,
શક્તિ,ભક્તિને મમતા ત્રણે રૂપ બતાવે,
એવી નારીના ચરણોમાં “સરમણ” મસ્તક નમાવે..
___વિનોદ કોરડીયા “સરમણ”