અંતરમાં વળગેલી વનાગ્નિ
યાદો ના અંગારા ઉપર ચાલુ છું,
કોઈ મુજને ભી પૂછો કે હું શુ કામ બળું છું.
નાથી જોતી મારે આ જહો જલાલી,
એક સાધુ થાઈને જ ફરવું છે.
કાગળ ભીના પણ અક્ષર દાઝ્યા નથી,
અંદરમાં વનરાજ આગનો હું જ ઠરું છું.
દરિયાને ખબર ક્યાં, તરંગો શું કહે,
હું મૌનની ભાષામાં રોજ ઉતરું છું.
બંધ આંખોમાં પણ રસ્તાઓ ઉજળા,
હું ચાલું છું, છતાં ક્યાંય ન અટકું છું.
મંદીરની ઘંટડીમાં સંગીત છે ત્યાગનું,
હું શ્વાસ શ્વાસમાં સંન્યાસ જ ધરું છું.
રાખ નીચે પણ ઉદયની લાલ ચિંકાર,
હું ખોવાયો નથી, બસ રૂપ બદલું છું.
કોઈ નામની તરસ નથી હવે આત્માને,
હું ઓળખ વિહોણો દીવો બની ઝળું છું.
વનમાં વટ્યા પછી મળે છે સાચી દિશા,
હું હોવા છતાં પોતાને જ વિસરું છું.
જહાં ચમકે, ત્યાં બંધન છે પ્રકાશનું,
હું અંધારાને ઓઢી આઝાદી બણું છું.
મને તાજ નથી, ન તખ્તની ઈચ્છા,
હું ધૂળમાં લખાઈને અમર જ રહું છું.
આ દુનિયા આગ છે, પણ હું ધુમાડો નથી,
હું બળતો પણ નથી, હું પ્રગટતો રહું છું.