ગુરુ
જય હો, જય હો સર્વ ગુરુઓ
ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વે,
સાદર પાથરું વંદન વિશેષો,
વંદન વારંવાર સર્વ ગુરુઓ… 🙏🏻🙏🏻
અંધકાર હતો જ્યાં અજ્ઞાનનો,
ત્યાં દીવો પ્રગટાવ્યો જ્ઞાનનો,
મૂકી મનમાં પ્રકાશનો ધારો,
સાચા માર્ગ ગુરુએ બતાવ્યો.
શબ્દો નથી પણ ભાવ છે ઘણો,
સરિતામાં વહે જેમ પાણીના વહેણો,
જીવનની સૃષ્ટિમાં આધાર બન્યો,
નમન કરીએ સર્વગુરુના શ્રીચરણો.
હૃદયમાં હંમેશાં આભાર રહેતો,
ગુણગાન તમારું સંસાર ગાતો,
ભવ્ય રાહ દેખાડતા સર્વ ગુરૂઓ,
જય હો, જય હો સર્વ ગુરુઓ.
___વિનોદ કોરડીયા “સરમણ”