સાડી
લાગે ભલે એ કમરે વિટળાયેલું.
સાદગી એ પહેર્યું સાડીનું ઘરેણું.
પલ્લુ ઉડે પવનમાં ફરકરુ,
નજરુ ને થાય બસ જોયા કરું.
રંગ હોય આસમાની કે ગુલાબી ઘેરું,
લહેરે સાડી કમરે તો લાગે ઘેલું ઘેલું.
મૌન રહે પણ કહી જાય ઘણું,
લાગતું હસતું ફરફરતું પલ્લુ.
નજર પડે જ્યાં સાદગી વિટેલું,
આંગણે પ્રવેશે ત્યાં સ્નેહનું આણું.
સાડી માં લહેરાય હૈયાનું હાટડું,
લાગતું ઘરમાં આબરુનું વધવું.
સાડી નથી કોઈ શણગાર જેવું,
એ તો છે સ્નેહનું ઢાળું ઝૂલણુ.
શબ્દોમાં ન બોલું પાલવમાં ડોલું,
છુપાય કાવ્યમાં મમતા નિર જેવું.
સાડીથી લહેરાઈ પ્રેમનું આભાળું
શિખરે ઉગે જેમ પ્રભાત સોનેરૂ
સાડી પાલવે ઘુઘરીઓ જડાવું,
લાગે છુપાયેલું ત્યાં રૂપાળું ભાલૂં.
ગરબે ભલે હું ઘૂમતી દેખાવું,
નમ્રતા તો સાડીમાં જ દેખાડું.
હોય ભલે વસ્ત્ર ખાલી સાડી સ્ત્રીનું
હૃદય નો રાગ તો પાલવમાં જ ધબકાવું.
વાત હોય સાડીની તો નારીનું પણ હરખાવું,
“સરમણ”ના શબ્દે તો,પલ્લુ પણ શરમાણું.
આજથી સાડી જ્યાં ક્યાંય નિરખશું,
‘સરમણ’ નું કાવ્ય મનમાં ગુંજાવશું.
જ્યાં જ્યાં હવે પાલવ લહેરાય,
ત્યાં ત્યાં હવે “સરમણ”ના શબ્દો છંટાય..
__વિનોદ કોરડિયા “સરમણ”