Sahityapedia
Sign in
Home
Your Posts
QuoteWriter
Account
7 Jul 2025 · 1 min read

પ્રેમ

પ્રેમ તો સમયે સમયે રોજ સંવરતો
સમય વીતતા વીતતા આવેગ થમતો ,
પણ ઉમળતો પ્રેમ ઉરમાં કદી ન ઘટતો.
શબ્દો ઓછા થાય પણ તનમન થી બોલતો,
જ્યાં લાગણી હોય,ત્યાં મૌનમાં પણ કહી જાતો.
હાથમાં હાથ લેતાં અક્ષ થી વાતો કરતો,
હું તારો ને તું મારી આ વાત જ કહેતો.
લગ્નપથે જયારે સાથ સહજ બની જાતો
ત્યારે જીવનો આશરો જ પ્રિય બની જાતો
ભલે તંગી રહેતી હોય ઘરનાં ઘરમાં જ તો,
પણ હોય પ્રેમ જ્યાં ત્યાં ઈશ્વર આવી વસતો.
આવેગ ક્ષણિક છે,લાગણી શાશ્વત છે,
જ્યાં પ્રેમ હોય અખંડિત ત્યાં સચ્ચિદાનંદ આવી વસતો.
___વિનોદ કોરડીયા “સરમણ”

Loading...