હું કંઈ ન કરી શકું,, તું છે તો સર્વ થતું રહે છે.
🎵 શીર્ષક: હું કંઈ ન કરી શકું,, તું છે તો સર્વ થતું રહે છે.
હું કંઈ ન કરી શકું,, તું છે તો સર્વ થતું રહે છે,
નિસ્વાર્થ મારી શ્રદ્ધા પર તારો જ હાથ રહે છે.
કૃપા તારી વગર તો શ્વાસેય ચાલતો નથી,
તું સાથે છે મારી,તો જીવન મિઠું લાગે છે.
ના કાંઇ માગ્યું તોયે તું આપ્યું છે બધું,
મારું નામ પણ હવે તો, રે તારું થતું રહે છે.
મારું ખાલીપણ ભરાઈ ગયું મીઠાશથી,
તું ઉડીને આવે છે જ્યારે ઘડીઓ ધૂંધળી લાગે છે.
હું કંઈ ન કરી શકું,, તું છે તો સર્વ થતું રહે છે,
ધોધ જેવી મુશ્કેલી પણ હવે શાંત લાગે છે,
તું વાંસળી વગાડે જ્યારે શ્વાસે ગીત લાગે છે.
મારા હાથ પકડીને તું ઘેરી હંમેશા રહે છે,
તો હવે જીવનના ઝૂંપડા પણ મહેલ સમા લાગે છે.
શબ્દ નથી ભીની આંખે તને વર્ણવવા,
મારું મન તો બસ ઠાકોર ના ગીત ગાય છે.
તારા વિના નહીં ચળકે આ જીવ નો દીવો,
તું ઉજાસ આપે છે જ્યાં સૂરજ પણ શરમાય છે.
કરે છે તું બધું ને, મારે નામે ફળ મળે છે,
હું તો નિમિત્ત છું રે ઠાકોર, બધું તારામાં વસે છે…
હું કંઈ ન કરી શકું,, તું છે તો સર્વ થતું રહે છે,
___વિનોદ કોરડીયા “સરમણ”