· Reading time: 1 minute

“મનોમથંન ”

ક્યારેક હું વિચારુ કેવું છે જગત સારુ,
અહિયાંથી ત્યાં અને ત્યાંથી અહિયાં જાવું મારૂ,
સમયના ચક્રમાં રોજ રોજ પીસાવવું મારૂ,
સમસ્યાના ઘેરાવામા ખુદ સમસ્યા થાવું
વેદનાના મહાપુરુમાં પીડા થઈ રેલાવું,
અહેસાસ થાય ત્યારે, અશ્રુંમા વહેવુ મારુ
આતો કેવું ગજબનું નજરાણુ, મથંનમાં આલેખાનુ
દ્રશ્યોમાં દેખાણુ, દર્દરૂપી સાગરમાં ઝઝૂમવું
સમાજના વાડામાં ઉગવું ,ધર્મના ધક્કા ખાવા,
ઈર્ષાના ઘેરાવામાં બરાબર ઘેરાવવું અને છતા,
સતત સઘંર્ષમા આમ તેમ ભાગવું,
‘અમીન’ આતો કેવું જગત સારૂ……!!..!!!

26 Views
Like
Author

Enjoy all the features of Sahityapedia on the latest Android app.

Install App
You may also like:
Loading...