· Reading time: 1 minute

“ભીતરની વેદના”

મારા અંતરની વેદના, મારા મુખની ખામોસી…
વિચારોની વાણી,આંખોમાં છવાઈ…..
ભીતરની વેદના, ભીતરમાં સમાણી… .
મારા અસ્તિત્વની યાદી, ખુદ મારામાં સમાણી,…
કડવા મીઠાં અભિપ્રાયોથી દુભાણી,
દુનિયાની એમાં નથી કોઈ ખામી,
ભીતરની વેદના ભીતરમાં સમાણી..
અભિમાની લોકોમાં અટવાની,
વિચારોની વાણી,આંખોમાં છવાઈ…..
ભીતરની વેદના ભીતરમાં સમાણી…..
ઈર્ષારૂપી નજરો ન રહે અજાણી,
કાયમની આતો જુઠ્ઠી ખુમારી,
એમાં હું ભોળવાણી
ભીતરની વેદના ભીતરમાં સમાણી…..
આત્મઘાતી અહંમ, સ્વરૂપે ભ્રમથી ભરેલા,
બડાઈ ના મોટા મોટા શંખ ફૂકનારા,
આ સર્વે માં અમીન મુંઝાણી……
આવી ભીતરની વેદના….
ભીતરમાં સમાણી………
વિચારોની વાણી,આંખોમાં છવાઈ….

19 Views
Like
Author

Enjoy all the features of Sahityapedia on the latest Android app.

Install App
You may also like:
Loading...