લંબાવને ‘તું’ તારો હાથ ‘મારા’ હાથમાં…

કહું એક મજાની વાત
મને આવે છે બહુ તારી યાદ
જોને બેઠી છું હું.. નિરાંતે દઈને માથે હાથ..!
વાગોળું છું સ્મરણો ના સંભારણા
ઝાલી તારો હાથ..!
ચાલને જઈએ ક્ષિતિજને પેલે પાર
લઈને હાથોમાં હાથ…!
છે ઘણીબધી ધારણાઓ
જેમાં પૂરવો છે આપણે શ્વાસ,
કઈ કેટલાંય અધૂરા રહ્યા છે ઓરતાં…
જે પુરા કરવા છે…જે છે આપણા હાથમાં
હાં…..પણ કોઈ અફસોસ નથી મને
કલ્પનામાં ય સાચાં થાય છે અરમાન… અને
એ પણ છે આપણા હાથમાં…!!
ખુલ્લી આંખોનું મારું આ સ્વપ્ન
યાંદોની સફરમાં ભમે છે…
રાજ કરી રહ્યું છે.. તારી યાદો પર…!..!..!
ખબર છે ‘તને’ એ પણ છે મારા હાથમાં…!!
સાથ છે તારો એટલે જ તો…
મનમાં રાજ છે તારું……
તો… જ સાદ કરે છે.. મારો હાથ તારાં હાથને
લંબાવને તું તારો હાથ મારા હાથમાં…!!!!!